નિર્ભયાના દોષિતોને ફાંસીમાં વિલંબ, સુપ્રીમ કોર્ટે મોતની સજા માટે નક્કી કરી ગાઈડલાઈન્સ
નિર્ભયાના દોષિતો કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા સતત ટાળવાની કોશિશ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ફાંસીની સજા મામલે તત્કાળ સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નક્કી કરી છે.
Trending Photos
નવી દિલ્હી: નિર્ભયાના દોષિતો કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા સતત ટાળવાની કોશિશ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ફાંસીની સજા મામલે તત્કાળ સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા નક્કી કરી છે. હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની અપીલ પર સુનાવણી 6 મહિનાની અંદર શરૂ થશે. નવી વ્યવસ્થા મુજબ જો હાઈકોર્ટ ફાંસીની સજાની પુષ્ટિ કરે અને સુપ્રીમ કોર્ટ તેની અપીલ સુનાવણી માટે મંજૂર કરે તો 6 મહિનાની અંદર મામલાને 3 જજોની પેનલમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે, પછી ભલે અપીલ તૈયાર હોય કે નહીં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ અંગે ફાંસીની સજા સંભળાવનારી કોર્ટને તેની સૂચના આપશે અને 60 દિવસની અંદર કેસ સંબંધિત તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવશે અથવા તો જે સમય કોર્ટ નક્કી કરે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબને જોડીને જોઈ શકાય છે. દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિતોની ફાંસીની સજા પર 13 માર્ચ 2014ના રોજ મહોર લગાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અપીલ પર સુનાવણી અને ચુકાદો આવવામાં લગભગ 5 વર્ષ લાગ્યાં હતાં.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે 18 ડિસેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ ચાર દોષિતોની અપીલ ફગાવી દીધી હતી. નિર્ભયા કેસની ફાસ્ટ ટ્રેક ટ્રાયલ થઈ હતી. ટ્રાયલ કોર્ટે 10 સપ્ટેમ્બર 2013ના રોજ એક વર્ષથી પણ ઓછા સમયમાં ચુકાદો આપી દીધો હતો. હાઈકોર્ટે પણ એક વર્ષથી ઓછો સમય લીધો હતો જ્યારે સુપ્રીમ કોર્ટમાં 5 વર્ષ લાગી ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે